gaccvansda Logo

RULES AND REGULATION

સામાન્ય નિયમો અને સુચનાઓ

⇒ ખંડ સમય કે પૂર્ણ સમયની કોઈ પણ નોકરી કરતા ઉમેદવારને કોલેજના કોઈ પણ વર્ગમાં નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ મળશે નહિ.

⇒ કોલેજ કેમ્પસમાં દરેક વિદ્યાર્થીએ પોતાનું ઓળખપત્ર પહેરવું ફરજિયાત છે.

⇒ જે-તે વિષયના વ્યાખ્યાન શરુ થતા પહેલા જે-તે વર્ગખંડમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

⇒ દરેક વિદ્યાર્થીઓની વર્ગમાં દરેક સત્રમાં ૮૦ ટકા હાજરી હોવી ફરજીયાત છે.

⇒ કોલેજ દ્વારા લેવાતી આંતરિક કસોટીમાં બેસવાનું ફરજિયાત છે. આંતરિક પરીક્ષા બિમારીને કારણે ન આપી શકનાર વિદ્યાર્થીએ તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

⇒ વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીએ શિસ્ત જાળવવાની રહેશે.અધ્યાપકો કે વહીવટી સ્ટાફ દ્વારા અપાયેલી સૂચનાઓનું પાલન ન કરનાર કે કોલેજ સ્ટાફ સાથે ઉધ્ધત વર્તન કરનાર વિદ્યાર્થીને આચાર્યશ્રી શિક્ષાત્મક પગલા લેશે અને શિસ્ત ભંગ કરનાર વિદ્યાર્થીને થોડા સમય કે કાયમ માટે કોલેજમાંથી બરતરફ કરવામાં આવશે.

⇒ કોલેજની આંતરિક પરીક્ષા નહીં આપનાર વિદ્યાર્થીઓના પરીક્ષાના આવેદન રદ કરવામાં આવશે.

⇒ યુનિવર્સિટી જાહેરનામા મુજબ ૫૦ % હેડમાં નાપાસ વિદ્યાર્થીને યુનિવર્સિટીના નિયમ મુજબ આગળના સેમેસ્ટરમાં પ્રવેશ મળશે નહી.

⇒ કોલેજનાં નોટિસ બોર્ડ ઉપર મુકવામાં આવતી નોટિસ વિદ્યાર્થીઓએ રોજે-રોજ વાંચવી અને તેનો સમયસર અમલ કરવો. વર્ગમાં નોટિસ ફેરવવામાં આવતી નથી જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.

⇒ સંસ્થા સાથેની નાણાકીય લેવડ-દેવડ સમયમર્યાદામાં કરવાની રહેશે. જરુરી વિવિધ નાણાકીય પાવતી વિદ્યાર્થીઓએ જાળવી રાખવી તથા જરુર પડતાં તે બતાવવાની રહેશે.

⇒ વિદ્યાર્થી, વાલીગણ કે બહારથી આવનાર વ્યક્તિએ આચાર્યશ્રીને મળતા પહેલા કોલેજ કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે.

⇒ કોલેજમાં કે કોલેજ કેમ્પસમાં ધુમ્રપાન કે પાન-મસાલા ખાવાની સખત મનાઈ છે.

⇒ કોલેજની માલ-મિલકતને નુકસાન કરવું નહી. કોલેજની માલ-મિલકતને નુકસાન કરનાર વિદ્યાર્થી પાસેથી નુકસાનની રકમ વસુલ કરવામાં આવશે, તેમજ તે વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવા સુધીના પગલા આચાર્યશ્રી લઈ શકશે.

⇒ કોલેજ કંપાઉન્ડમાં વિદ્યાર્થીએ પોતાનુ વાહન ધીમેથી ચલાવવું. તેમજ કોલેજ કેમ્પસમાં હોર્નનો ઉપયોગ કરવો નહી અને વાહનોનું પાર્કિંગ નક્કી કરેલ જગ્યાએ જ વાહન પાર્ક કરવાનું રહેશે.

⇒ કોલેજ બિલ્ડીંગમાં દાખલ થતા સાથે જ વિદ્યાર્થીએ પોતાનો મોબાઈલ “સાઇલન્ટ મોડ” કરવાનો રહેશે. વર્ગખંડમાં, ગ્રંથાલયમાં કે લોબીમાં મોબાઈલ “સાઇલન્ટ મોડ” ન રાખનાર વિદ્યાર્થી સામે શિસ્ત ભંગના પગલા લેવામાં આવશે.

⇒ વિદ્યાર્થી સંગઠનોએ કોલેજ કેમ્પસમાં શિસ્ત કમિટીની ભલામણ સહિત કોલેજના આચાર્યશ્રીની પૂર્વ લેખિત મંજૂરી લીધા પછી જ કાર્યક્રમ કરવાનો રહેશે.

⇒ કોલેજમાં રેગીંગના કિસ્સામાં જો કોઈ વિદ્યાર્થી સામેલ માલૂમ પડશે તો તેની સામે સખત કાર્યવાહી 'એન્ટીરેગીંગ સ્કોવોર્ડ’ દ્વારા કરવામાં આવશે.કોલેજમાં રેગીંગના કિસ્સામાં વિદ્યાર્થીઓએ એન્ટીરેગીંગ સ્કોવોર્ડનો સંપર્ક કરવાનો રહેશે.

ઉપરોક્ત નિયમોમાં આચાર્યશ્રી તરફથી ભવિષ્યમાં જે કાઈ ફેરફાર થાય તે વિદ્યાર્થીઓને બંધનકર્તા રહેશે.